સમય….

શિયાળા ની રાત ઘણી લાંબી હોય છે, તેમાં ફૂંકાતો પવન અસહ્ય હોય છે,
પરંતુ તેની સવાર ઘણી સુંદર,રમણીય, અને મન ને શાંતિ આપનાર હોય છે.
તેવી જ રીતે સફળતા મેળવવા માટે નો સમય ઘણો લાંબો હોય છે.
તેમાં પણ પવન ની જેમ ઘણી અડચણ આવે છે પરંતુ,
તેમાંથી મળતી સફળતા ઘણી શાંતી અને ખુશી આપનાર હોય છે.

શુભ પ્રભાત

“મને સંભળાવી દીધેલી વાત નો અર્થ, મારો સ્વીકાર નથી
મળેલા સવાલના સ્વરૂપ માં જવાબ આપવો એં, મારો સંસ્કાર નથી.”

અર્થાત : કોઈ કઈ પણ કહે અથવા કઈ પણ તમારા પર આરોપો મુકે એનો અર્થ આપણી એ વાત સાથે ની સહમતી નથી સાબિત કરતી.
કડવા, ખરાબ કે અયોગ્ય શબ્દો માં પૂછાયેલા સવાલ ના બદલામાં સારા, સુંદર અને સભ્ય શબ્દો થી આપવામાં આવેલા જવાબ થી આપણા સંસ્કાર ની છબી રજુ થાય છે.

અંકિત વ્યાસ

એક પ્રેમ ની યાદ

વરસો વીતી ગયા વાત ને
પણ, હજીયે એ મનમાં હતી,
અને ક્યાં ખબર હતી કે એં
હજીયે ક્યાંક કોઈ ગમ માં હતી.

સફેદ પડી ગઈ હતી ઝાંખ,
છતાય, ચમક આંખ માં હતી
અને ક્યાં ખબર હતી કે એં
આંખ ના પોપચામાં હતી.

નાખુશ થયા એં જોઇને અમને
જયારે મુખ પર મારા હસી હતી,
અને ક્યાં ખબર હતી કે એં
રુદન માં પણ બની હસી એં વસી હતી.

ગુણાંક ન મળ્યાની જાણી વાત ને
સમય સૂચક ગણી એં પ્રેમ માં અટકી ગયા
અને ક્યાં ખબર હતી કે એં મુલાકાત
બની પડછાયો ક્યાં પીછો છોડતી હતી

નથી હું એનો કે હવે એં મારી
વાત ક્યાં આ દુઃખ ની હતી
અને ક્યાં ખબર હતી કે
સાથે જ રહેવું એંજ ક્યાં ઝીંદગી હતી.

અંકિત વ્યાસ
અમદાવાદ

શુભ સવાર

“એક સારી શરૂઆત, વીંધી નાખે છે અનેક અપવાદ અને,
એક સાચી યાદ, ભાંગી નાખી છે મન ના બધા વિખવાદ. ”

જેમ અનેક સમસ્યાઓ ના જવાબ કામ ની શરૂઆત કરતાજ હલ થઇ જાય છે એંમ કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિખવાદો નો અંત થઇ જાય છે.

અંકિત વ્યાસ