રાહ જોઈ બેસી રહેનારને તડપાવે ને હીંમતપૂર્વક આગળ વધે તેને વરમાળા ફેરવે તેનું નામ તક.
Category Archives: આળસ
ઉંમરથી વૃદ્ધ…
ઉંમરથી વૃદ્ધ તે વૃદ્ધ નથી, વિકાસ માટે આળસ કરે તે વૃદ્ધ છે.
જયેશ જે ડેરવાલિયા
ખોટા શોખ…
ખોટા શોખ ઘણીવાર શોકમાં ફેરવાઈ જાય છે.
કોણ કહે છે કે…
કોણ કહે છે કે સફળતા મેળવવી આસાન છે? અરે ઘર બનાવતા વાર નથી લાગતી મેહલ બનાવતા જ વાર લાગે છે.
સવાલ જવાબ…
સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.
સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા
સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.
સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક
સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ
સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા
સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ
સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ
સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.
સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?
સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.