રહી જાય છે….

ધન જમીન માં રહી જાય છે, પશુઓ ગમાણમાં રહી જાય છે. પત્ની ઘરના દ્વાર સુધી જ સાથ આપે છે, સ્વજનો સ્મશાન સુધી સાથ આપે છે…. જયારે આપે કરેલા કર્મો પરલોક સુધી જીવાત્માની સાથે જ રહે છે.

પીસાતી મહેંદી…

પીસાતી મહેંદી રંગ લાવે છે, ગરમ થતું સોનું આભુષણ બની જાય છે, ટીપાતું તાંબુ તાર બની જાય છે, ટંકાયેલો પત્થર એ પ્રતિમા બની જાય છે.

આ તમામ વસ્ત્વિકાઓ એટલું જ કહે છે કે દુખો , કષ્ટો , અગવડો કે… તકલીફો જીવનની સર્વોત્તમ મૂડી બની શકે છે, જો તેનો આપણને સમ્યક ઉપયોગ આવડી જાય તો..

Submitted by
Bipin Marvaniya

જે વ્યક્તિ જતું કરવાની…

જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.
અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..

Bipin Marvaniya