ભગવાન આપણી બધી ઈચ્છા તુરંતજ પૂરી નથી કરતા, પરંતુ તે આપણી બધી ભૂલોની સજા પણ તુરંતજ નથી આપતા…
Category Archives: ધર્મ
ખોટો શોખ…
દારૂ પીવામાં આજના લોકો શોખ માનવામાં આવે છે.તીનેર્જાનો આવું મને છે. પણ આ શોખ ખોટો છે. આમાં દરેક ઘર માં તકરાર – કલેહ -સંકા -કુસંકા થવા માંડે છે. આજનો જમાનો એટલો બધો આગળ જતો રહ્યો છે.કે તે લોકો ને એ પણ ખબર નથી હોતી કે હું પોતે કેવી ખાઈ માં ઘકેલાઈ રહ્યો છું.કોઈ પણ સમસ્યા નો હલ દારૂ નથી હોતો. તે એક કહાવત મુજબ અંદેર ના અંદર ધકેલાતો જતો હોય છે કે દારૂડિયો દારૂ ને નહિ ,, દારૂ દારૂડિયા ને પીવે છે. હું પોતે અનુભવી છું. મેં કદી મારું ખોળીંયુ અભડાવ્યું નથી. પણ હું પોતે બજાર – ચોરે -ચબૂતરે જોતો રહ્યો છું આ એક બદી છે. જે સમાજ-કુટુંબ-કબીલા માં વધુ પડતી આ બદી વધી રહી છે અને તેને અટકાવવા માં અપને જ પહેલ કરવી પડશે આ વો મારી શાથે જોડવો.અને સમાજ માં આ બદી ને નીસ્નાનાબુદ કરવા માં મારી શાથે જોડવી જાવ,,.જય હત્કેસ્વરાય નામ;,,,,હર હર મહાદેવ હર,,..
by
Naimesh
આઈનસ્ટાઇન કહે…
ધર્મ વગર વિજ્ઞાન પાંગળું છે .,વિજ્ઞાન વગર નો ધર્મ આંધળો છે (આઈનસ્ટાઇન)
સવાલ જવાબ…
સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.
સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા
સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.
સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક
સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ
સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા
સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ
સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ
સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.
સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?
સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.
સુવિચાર માર્ચ ૯ ૨૦૧૨
પરમાત્મા બનવું હોય તો ધર્માત્મા બનવું પડે.