ગુજરાતી કવિતા…

તે મૂક બનીને કહેતી હતી,
હું કહીને ચૂપ રહેતો હતો.
શું હતી દ્વિધા ના સમજી શક્યા,
તે દુઃખી થઈને કહેતી હતી,
હું કહીને દુઃખી થતો હતો.

ક્યાંક વિસરી ગયા પરસ્પરના ભાવને,
કે પછી મનમેળના મળતાવને !
તે રુદનથી હૂંફ પામતી હતી,
હું હૂંફને સદા ઝંખતો હતો.

નિષ્ફળ નિવડ્યો એ પરસ્પરનો સ્નેહ,
કે પછી સફળ થયાં વિધિના લેખ.
તે વિશ્વાસને ખાતર નિઃસ્વાર્થ બની હતી,
હું નિઃસ્વાર્થ ભાવે વિશ્વાસ માંગતો હતો.

હવે, તો ક્યાં અટકશે આ જીવન,
કે પછી અટકી જશે આ જીવન.
તે આ જીંદગી મરીને જીવતી હતી,
હું આ જીંદગી જીવીને મારતો હતો.

-હાર્દિક કે. શર્મા ( હૃદય )