Category: Uncategorized

મરચાની તીખાશ… »

મરચાની તીખાશ, ને આમલીની ખટાશ, મીઠાની ખારાશ, ને કારેલાની કડવાશ, અને ગોળની મીઠાશ ને પણ હરાવી દે, એવો હોઈ છે પ્રેમનો પેહલો એહસાસ …………… મુકતા મેઘા.

આળસુ અંતે… »

આળસુ અંતે અળખામણો થાય છે.

ડાહ્યાઓ વિચાર કરતા… »

ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.

સુખ અને શાંતિ… »

સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે સંપત્તિથી નહી.

કોઈ કામ માટે ભીતરનો અવાજ… »

કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

પરીસ્થિતિની ચિંતા ન કરો… »

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.

એક જ દુ:ખથી બુદ્ધીશાળીઓ… »

એક જ દુ:ખથી બુદ્ધીશાળીઓ એક વાર દુ:ખી થાય છે , જયારે એક જ દુ:ખથી મૂરખો ત્રણ વાર દુ:ખી થાય છે.

સારા વિચારોનો અમલ… »

સારા વિચારોનો અમલ થાય કે ન થાય પણ એનાથી આનંદ તો થાય જ.

દુ:ખી ને દિલાસો તો આપજો જ… »

દુ:ખી ને દિલાસો તો આપજો  જ કારણ કે કદાચ તમારે પણ એવા દિલાસાની ક્યારેક જરૂર પડે.  

ન્યારી… »

સમાજની પ્રથા છે ન્યારી, દીકરીઓ હોઈ છે ઘણી પ્યારી, છતાં લોકો ગણે છે એને અકારી, ભલે દરેક ક્ષેત્રે આગળ હોઈ આજે નારી, છતાં પણ સમાજમાં આગવું સ્થાન મેળવવામાં એ ગઈ છે હારી,

સમાજમાં કોઈ પણ સાથે… »

સમાજમાં કોઈ પણ સાથે દુશ્મનાવટ કરવી એટલે આપણો વિકાસ રુંધી રાખવો.

બીજામાં ખામીઓ જોવાની… »

બીજામાં ખામીઓ જોવાની વૃતિ જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી .

કાલ્પનિક ને કદીવાસ્તવિક બનાવવાની… »

કાલ્પનિક ને કદી વાસ્તવિક બનાવવાની કોશિશ ન કરો અને વાસ્તવિકને  કદી વિસરવાની ભૂલ ન કરો.

ભૂતકાળને યાદ કરી દુ:ખી… »

ભૂતકાળને યાદ કરી દુ:ખી ન થાવ , કારણ કે ખરી રોનક ભવિષ્યમાં છે.

સૌભાગ્ય વીરથી… »

સૌભાગ્ય વીરથી ડરે છે અને કાયરને ભયભીત બનાવી દે છે.